Bharthari Pravinbhai from Bhoyan village recieving the reliefkit from VSSM |
Bharthari Pratapbhai from Bhoyan village recieving the reliefkit from VSSM |
Bharthari Mukeshbhai from Bhoyan village recieving the reliefkit from VSSM |
Bharthari Maniben from Bhoyan village recieving the reliefkit from VSSM |
The rescue and relief teams of government had not reached the place where the Bharthari families lived, VSSM was the first to reach them. They were all hungry and scared, children were crying and there was pain written on their faces.
Bharthari Jayantibhai from Bhoyan village recieving the reliefkit from VSSM |
Bharthari Dilipbhai from Bhoyan village recieving the reliefkit from VSSM |
Bharthari Shantaben from Bhoyan village recieving the reliefkit from VSSM |
નિસર્ગનાં કોપનો હોગ બનેલા ભોયણગામના ભરથરી પરિવારોને vssm એ મદદ પહોચાડી
ડીસા તાલુકાનું ભોયણ ગામ ડીસા થી ત્રણેક કિ.મી. દૂર આવ્યું છે. ભોયણ ગામનાં તળાવની પાળે વિચરતી જાતિનાં દસ ભરથરી પરિવારો વર્ષોથી સાડીના ઝૂંપડા બાંધીને રહે. મૂળ રાવણહ્થ્થો લઈને માંગવા જાય એ વખતે લોકો સાડી આપે જેનો ઉપયોગ તેઓ પોતાનું છાપરું બનાવવા કરે. જે ચોમાસે ભોયણનું તળાવ છલકાય એ વખતે ભરથરી પરિવારના ઝૂંપડા પાણીમાં ડૂબે. પરંતુ આ વખતનું ચોમાસું કાંઇક જુદું જ હતું. તા.૨૭મી જુલાઈનાં રોજ ગામ તળાવ ભરાયું. અનરાધાર વર્ષા ચાલુ જ હતી.
તા. ૨૯મી સુધી આ સમુદાયનાં કાંઈ વાવડ ન હતા. વાસ્તવમાં તા. ૨૭મી થી જ સંપર્ક યંત્રણા ખોરવાઈ ગઈ હતી. ભોયણગામથી અડધો કિ.મી. દૂર પાલનપુર થી કચ્છ-ભૂજ જતી બ્રોડગેજ લાઈન પસાર થાય. આ પરિવારોના કોઈ વાવડ ના મળતા vssmના કાર્યકર શ્રી ઈશ્વરભાઈ રેલ્વેલાઈન પર પાટે પાટે ગામનાં સીમાડે પહોંચ્યા. પણ હકીકતમાં નીચે જળબંબાકાર અને ઊપર આભ જ્યાં જુઓ ત્યાં પાણીજ પાણી. એટેલે નિરાશ હૈયે ડીસા આવી મામલતદાર કચેરીમાં સમાચાર
જણાવ્યા. કચેરીમાં જાણવા મળ્યું કે, ભોયણમાં કેવળ પાણી જ ભરાયા છે પણ અન્ય ગામો કુડા, દામા, નાણી, ઝેરડા, ભાદરા, રમુણ, રામસણ, વગેરે ગામોમાં પરિસ્થિતિ અત્યંત ભયજનક છે. વહીવટી તંત્રની સર્વ ટીમો ત્યાં જાનમાલ બચાવવાની કામગીરીમાં વ્યસ્ત છે. ઈશ્વરભાઈ રોજ ભોયણ જઈ પાછા ફરતા. આખરે તા. ૧ ઓગષ્ટનાં રોજ વસાહત સ્થળે પહોંચ્યા. ચોમેર પાણી ભરાયેલાં હતા. કાચા ઝૂંપડાઓ દેખાતા ન
હતા. પાસેના રહીશોને પૂછતાં તેઓને આ અંગેની
કોઈ જાણકારી ન હતી. આસપાસ સહુકોઈ પોતપોતાનો જીવ બચાવવાનાં પ્રયાસમાં બીજાનું ધ્યાન કોણ રાખે?

ભોયણમાં એક ઊંચાંણવાળા ભાગમાં રહેતાં એક ભરથરી પરિવારને ત્યાં સહુએ આશ્રય લીધો હતો. ઈશ્વરભાઈ ત્યાં પહોંચતાંજ પરિવારોનાં આક્રંદમાં બીજું કાંઈ કહેવાની જરૂર જ ન હતી. સાથે લઇ ગઈ હતા એ સહાય તેમને આપી. હિંમત રાખવા જણાવ્યું અને અમે તમારી સાથે છીએ એ જણાવવાં પરિવારનાં મોભીઓને ઈશ્વરભાઈ ભેટી પડ્યા.
તળાવ તરફ વહીવટીતંત્રની સહાય પહોંચી ન હતી. કોઈપણ સહાય ટુકડી ત્યાં આવી ન હતી. પણ vssm આ ભરથરી પરિવારોની મદદે સહું પહેલાં પહોંચ્યું હતું. ડૂસકાં ખાતા, રડમશ ચહેરે છ દિવસથી ભૂખ્યાં રહી પસાર કર્યાની વેદના, સર્વસ્વ નાશ પામ્યાની અંતરવેદના તેમનાં ચહેરા પર હતી.
ઈશ્વરભાઈએ મામલતદાર કચેરીમાં જઈ પરિસ્થિતિ વર્ણવતા ત્યાં આવેલી તાજી સુખડી,
બુંદીના પેકેટ સેવ, પાર્લે બિસ્કીટ વગેરે મળ્યા જે લઈને વાહન ભાડે કરી ભોયણ ભરથરી પરિવારોને આપ્યું. બે-ત્રણ દિવસ ચાલે એટલી ખાધ સામગ્રી આપી. પણ આ પરિવારોને થોડાં વાસણો, તાડપત્રી અને અનાજની જરૂર હતી. એ જરૂરીયાત પણ વિએસએસએમ દ્વારા પૂરી કરવામાં આવી.

vssmમાંથી આપેલી રાહત સામગ્રી લઈને ૩ વાગે ખીચડી રાંધી આ પરિવારો જમ્યા. એમની વસાહતમાં જયારે પહોચી ત્યારે એક જ વાત સૌ કહેતાં હતાં. “ બહેન હવે નહિ ખમી શકીએ આ
અવતારમાંથી ઉગારો. સંસ્થા સિવાય કોઈ અમને મદદ કરવાનું નથી.” શુ જવાબ આપું.. મારા હાથમાં ક્યાં કશું છે જ. સરકાર આવી સ્થિતિમાં રહેતાં ભરથરી પરિવારોને વિચરતી ગણતી નથી એટલે એમને પ્લોટ મળી શકે નહિ. સાડીના ઘરમાં રહે છે જ્યાં ટાઢ કે તડકો રોકાતો નથી છતાં એ BPL યાદીમાં પણ નથી.. શુ કરવાનું?

ભોયણનાં ભરથરી સમુદાયનાં લીલાબહેન ભરથરી જેઓ એકલાં જ રહે છે. આ વિધવા મહિલાએ રહેણાંકના પ્લોટ માટેની અરજી કરવાની
જ ના પાડી હતી. ‘મારે હવે કેટલું જીવવાનું. હું નહિ લઉં તો કોઈક બીજાને કામ આવશે’ આવી એક સ્વમાની મહિલા રાજ્યનું ઋણ ઈચ્છતાં ન હતા. પણ આ વખતે તે આવ્યા અને આવીને પાસે ઊભેલા યુવાને કહ્યું – “ બહેનને કહો મને થોડા દાણા આપે અને તાડપત્રી આપે. “ ક્યારેય રેશનકાર્ડનું અનાજ નહિ લેવા જનાર ફાળવેલ પ્લોટ લેવાનો ઇનકાર કરનાર મહિલા નિસર્ગનાં કોપ આગળ યાચના કરી રહ્યા હતા.

No comments:
Post a Comment