Tuesday, 1 September 2015

VSSM relief reaches the flood affected nomadic families of Mangrol….


Vadi Lalabhai from Mangrol village
recieving the reliefkit from VSSM
The Vasvadee settlement in Mongrol suffered  tremendously during the recent floods in North Gujarat. The families literally had to run for their lives. Their homes and livelihoods were washed away.  These Vansvadebe’s still practice their traditional profession of basketry. The raw materials for basketry, the baskets they had made everything was either swept away or decayed and rendered useless. The material remained submerged  in water for 5-6 days making it useless for any use. The families are absolutely broke with no raw material, surviving till livelihoods are restored is a big issue facing them.

The families called Shardaben for help. They were stranded in waist  deep waters and needed food and material to build a roof. On 10th the relief material reached them. For now the families found relief from hunger pangs. But what happens in future worries them.

On 24 August we had a meeting with all the nomadic families in the region who had lost their livelihoods in the recent natural calamity. The families are prepared to work hard to build up their livelihoods again and VSSM is committed to support them restore their livelihoods. VSSM will be providing them with interest free loans.
Vadi Khemib from Mangrol village
recieving the reliefkit from VSSM

Vadi Somabhai from Mangrol village
recieving the reliefkit from VSSM
Our well-wishers respected Shri. Nimeshbhai Sumati and Shri. Rameshbhai Kacholiya are supporting us in this endeavour. We are extremely grateful to them for their continued support.


Vadi Madhiben from Mangrol village
recieving the reliefkit from VSSM
પૂરઅસરગ્રસ્ત માંગરોળમાં રહેતાં વિચરતા પરિવારોને vssm એ મદદ પહોંચાડી..

માંગરોળમાં વાંસવાદી પરિવારો વસવાટ કરે. બનાસકાંઠા જિલ્લાનાં અન્ય ગામોની જેમ વરસાદ વાવાઝોડા અને ઝાલોર પટ્ટાનાં પાણી ભરાતાં વાંસફોડા પરિવારો માંડમાંડ જીવ બચાવી નાઠા. વાંસવાદીઓએ તૈયાર કરેલ સૂંડલા, ટોપલી, ટોપલા પલળીને ખરાબ થઇ ગયા. લણણીની સિઝનમાં સુડલા, ટોપલાની જરૂર પડે અને એ માટે વાંસફોડા પરિવારો વાંસ લઇ આવેલા. આમ તો એમનું કામ જ વાંસમાંથી સુડલા ટોપલા બનાવવાનું પણ પુરના પાણીમાં વાંસમાંથી બનાવેલો સામાન પલળી ગયો અને કાળો થઇ ગયો. હવે આ સામાન કોઈ ખરીદવાનું નથી. સર્વસ્વ લુંટાઇ ગયું. કોઈ બચ્યું નથી. વાંસ પણ નહિ! સિઝન આવશે માલ ક્યાંથી લાવીશું? હવે દાડા કેમ જશે ?

અત્યારે કેડ સમાણા પાણી ભરાયેલાં છે. છોકરાઓ ભીખ માંગવાય ક્યાં જાય ? ચો તરફ પાણીમાં, રસ્તો ક્યાં હતો એય ખબર પડતી નથી. આવી પરિસ્થિતિમાંથી બહાર આવીને vssmનાં કાર્યકર શારદાબહેનને અનાજ અને છાપરું બનાવવા મીણીયું આપવા વિંનંતી કરી જે તા. ૧૦મી એ તેમને આપ્યું. મનમાં હાશ થઇ. પણ પાછા બેઠાં થવામાં હજુ ઘણો સમય જશે.

Vadi Vikrambhai from Mangrol village
recieving the reliefkit from VSSM
Vadi Hansaben from Mangrol village
recieving the reliefkit from VSSM
પૂરના પાણીમાં એમના વ્યવસાયને જે નુકશાન થયું છે એમાંથી એમને બેઠા કરવાના છે. તા.૨૪ ઓગસ્ટના રોજ આ વિસ્તારના તમામ પરિવારો સાથે ફરી બેઠા થવા શુ કરવું એ અંગે બેઠક થઇ. કુદરતની આ થપાટ કારમી છે પણ મહેનતથી બધું પાછું મળશે એવો એમને વિશ્વાસ છે. vssm આ પરિવારોને બેઠા કરવા વગર વ્યાજથી લોન આપશે અને એમણે ફરી કમાતા કરશે.. vssm સાથે સંકળાયેલા આદરણીય શ્રી નીમેશભાઈ સુમતિ અને આદરણીય શ્રી રમેશભાઈ કાચોલિયા આ કામમાં મદદરૂપ થયા છે જેમના અમે આભારી છીએ.

No comments:

Post a Comment