Sunday 6 September 2015

VSSM’s relief kits for nomadic families of Miyal and Thara villages….

Mir Amrabhai from Miyal village
recieving the reliefkit from VSSM
Meer families stay on the outskirts of Miyal and Thara villages in Banaskantha’s Tharad block. The families work as agricultural labourers, own some small cattle goats and sheep. The income from selling cattle milk and sheep wool substituted their family income. Meer are an extremely hard working community and always stay on the outskirts of the any village..

On 28th July the unprecedented floods the region experienced, took away everything these families owned including their cattle. The roaring waters swept away the cattle that were housed in the hedges. The loss they suffered was immense.  They spoke to the panchayat about the loss of their cattle  wealth. The Sarpanch here is a noble man and gave them the required written document. When the families approached the TDO with the document they were asked to produce the evidence to prove they belong to Miyal and Thara. The families have ration cards and voter ID cards but they are from the village Laakhni where they spend major part of the year. The officials are quite helpful and know VSSM and its activities but in this case they confessed their helplessness.

The families are neither  complaining not showing any discontent. “What do we do, our lives are like animals, we cannot tie the animals and we cannot tie ourselves. We need to wander in search of work…so how can we blame the government….they must have some constrains  of their own….” such sensibility and wisdom..

VSSM provided the relief kits to these families. We also plan to support the families to rebuild their livelihoods..

Mir Jumaben from Miyal village
recieving the reliefkit from VSSM
vssm દ્વારા મીયાલ અને થરાગામમાં રહેતાં વિચરતા પરિવારોને રાહત કીટ આપવામાં આવી.

બનાસકાંઠાના થરાદ તાલુકાના મિયાલ અને થરામાં મીર પરિવારો ગામની સીમમાં છાપરાં નાખીને રહે. ગામના ખેતરમાં મજૂરી કરે સાથે સાથે ઘેટાં- બકરાં પણ રાખે અને ઘેટાં અને બકરાંના ઊનનો વેપાર કરે, બકરીનું દૂધ ગામમાં વેચે અને આ પશુઓનું ખાતર ખેડૂતોને વેચે. ખુબ મહેનતુ પ્રજા. ગામની સીમમાં જ રહે.
Mir Sonabhai from Miyal village
recieving the reliefkit from VSSM
૨૮ જુલાઈના રોજ આવેલા પુરમાં એમના ઝુંપડાનો સામાન તણાઈ ગયો. આ પરિવારો ઘેટાં અને બકરાંને બાંધીને ના રાખે પણ વાડામાં પૂરીને રાખે પણ પૂરનું પાણી એવું આવ્યું કે વાડામાં પૂરીને રાખેલાં બકરાં તણાઈ ગયા. વાડ પણ પાણી સાથે જ જતી રહી હતી. જાન –માલને ખુબ નુકશાન થયું. ગામમાં પોતાનાં માલ- ઢોર ખોવાયાના લખાણ બાબતે વાત કરી. સરપંચ ભલા માણસ એમણે લખીને આપ્યું. તાલુકા વિકાસ અધિકારીને આ પરિવારોના માલ- ઢોર ખોવાયા અંગેનું લખાણ આપ્યું તો એમણે અ પરિવારો મીયાલ અને થરાના વતની હોવાના પુરાવા આપવા કહ્યું. જે આ પરિવારો પાસે નહોતો. આ પરિવારોના મતદારકાર્ડ અને રેશનકાર્ડ આપણે કાઢાવી આપ્યા છે પણ એ લાખણી ગામના છે જ્યાં આ પરિવારો વર્ષનો મોટો ભાગ રહે છે. આમ તો વહીવટી તંત્ર આપણને અને આ પરિવારો સાથેના આપણા કામને ખુબ સારી રીતે જાણે પણ એમના કહેવા પ્રમાણે ‘અમારા હાથ બંધાયેલા છે અમે આમાં કશું નહિ કરી શકીએ.’
Mir Malabhai from Miyal village
recieving the reliefkit from VSSM
આ પરિવારો પણ ફરિયાદ નથી કરતા. ના નારાજગી વ્યક્ત કરે છે બસ એક જ વાત કહે છે. ‘શુ કરીએ, જાનવર જેવી અમારી જિંદગી છે અને જાનવરને બાંધી નથી શકાતા એમ અમે પણ બંધાતા નથી અમારા કામ જ એવા છે કે ફરવું પડે... આમાં સરકારનો ક્યાં વાંક કાઢવો... હશે એમને ઠીક નહિ લાગતું હોય એટલે જ તો નથી આપ્યું ..’ કેવી સમજ.. આફરીન થઇ જવાય.. vssmએ આ પરિવારોને અનાજ અને તાડપત્રી આપી. તેમના વ્યવસાય માટે જરૂરી મદદ પણ આપણે કરીશું. 
Mir Sitaben from Miyal village
recieving the reliefkit from VSSM
આ પરિવારો ઝટ બેઠા થાય એ દિશામાં સઘળા પ્રયત્ન vssm કરશે .. આ કામમાં સૌ સાથે છો એનો આનંદ છે..





Mir Nuriben from Miyal village
recieving the reliefkit from VSSM


Mir Ratnabhai from Thara village
recieving the reliefkit from VSSM
Mir Malabhai from Thara village
recieving the reliefkit from VSSM

No comments:

Post a Comment